બ્રિટનમાં આજે થનારી ચૂંટણીમાં હિન્દુઓ કોને મત આપશે?

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બ્રિટનમાં આજે ગુરૂવાર 12 ડિસેંબરે થનારી ચૂંટણીમાં ભારતીય હિન્દુઓ કન્ઝર્વેટિવ પક્ષને મતો આપશે એવી ધારણા રાજકીય પંડિતો રાખી રહ્યા હતા.

આમ થવાનું કારણ પણ સમજી શકાય એવું હતું. ભારત સરકારે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ આ વર્ષના ઑગસ્ટની પાંચમીએ રદ કરી ત્યારે બ્રિટિશ લેબર પક્ષના સાંસદ જેરેમી કોર્બિને ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું.

તેમનું આ વલણ હિન્દુ વસાહતીઓને બિલકુલ ગમ્યું નહોતું. બ્રિટનમાં વસતા ભારતીય કૂળના હિન્દુઓ આ વખતની ચૂંટણીમાં ભારત તરફી હોય એવા નેતાઓનો પ્રચાર કરી રહ્યા હતા. આ હિન્દુઓએ જે 40 બેઠકો પર પ્રચાર કર્યો એમાંના મોટા ભાગના ઉમેદવારો ભારતની ફેવર કરનારા હતા.

ભાજપની બ્રિટિશ શાખાના પ્રમુખ કુલદીપ સિંઘ શેખાવતે કહ્યું કે આ વખતે ભારતીય કૂળના હિન્દુઓ કન્ઝર્વેટિવ પક્ષને મત આપે એવી શક્યતા વધુ હતી.

તેમણે કહ્યું કે લેબર પાર્ટીએ ભારત વિરોધી વલણ અપનાવ્યું એટલે હિ્દુઓ નારાજ થયા હતા. પાકિસ્તાની કૂળના મુસ્લિમો લેબર પાર્ટીનું સમર્થન કરતા હતા.

પોલિટિકલ રિસર્ચર તરીકે જાણીતા ડૉક્ટર રકીબે કહ્યું કે આ ધારણા સાચી છે. લેબર પાર્ટીના એન્ટી ઇન્ડિયા વલણના કારણે મોટા ભાગના ભારતીય કૂળના હિન્દુ નાગરિકો નારાજ હતા અને એ લોકો લેબર પાર્ટીને મતો નહીં આપે. પાકિસ્તાની કૂળના મુસ્લિમો અને શીખો લેબર પાર્ટીની સાથે રહેશે.

બ્રિટનની આ સામાન્ય ચૂંટણીમાં કેટલાક ભારતીયો પણ ઉમેદવારી કરી રહ્યા છે. એવા ઉમેદવારોમાં કન્ઝર્વેટિવ પક્ષના 25, લેબરના 13, બ્રેક્ઝિટના 12 અને લિબ ડેમ્સના આઠ ઉમેદવારો છે.

શેખાવતે વધુમાં કહ્યું કે કન્ઝર્વેટિવ પક્ષે આપેલાં વચનોમાં ભારતીય તરફેણના વધુ વચનો છે જ્યારે લેબર પક્ષે જાહેર કરેલા ઢંઢેરામાં ભારત વિરોધી વાયદા વધુ હતા.