દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફ્રી વીજળીનો મુદ્દો લગભગ અસરકારક નીવડ્યો છે, કારણ કે આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આપ, કોંગ્રેસ અને બીજેપીએ દિલ્હીની જનતાને ફ્રી વીજળીનું વચન આપ્યું હતું, જોકે દિલ્હીમાં કેજરીવાલ સરકાર પહેલેથી જ 200 યૂનિટ વીજળી ફ્રીમાં આપી રહી છે. ખાસ બાબત એ છે કે ફ્રી વીજળીના મુદ્દો જે રીતે ચૂંટણી પરિણામ પર અસરકારક નીવડ્યો છે એને જોતાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ રાજ્યમાં તેની ઘોષણા કરી દીધી છે. મમતા સરકારે ફ્રી વીજળીની જાહેરાત કરતાં કહ્યું કે ત્રણ મહિનામાં 75 યૂનિટ વીજળીનો ઉપયોગ કરનારાને બિલ મોકલવામાં નહી આવે.
મમતા સરકાર વિધાનસભામાં સોમવારે પોતાનું બજેટ રજૂ કર્યું હતું, રાજ્ય સરકારે 2,55,677 કરોડ રુપિયાના બજેટની જાહેરાત કરી હતી. મમતા સરકારના નાણામંત્રીએ એમના ભાષણમાં કહ્યું કે બંગાળના બજેટમાં આગામી ત્રણ વર્ષમાં 100 લઘુ અને મધ્યમ ઉદ્યોગ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ છે. 2020-21માટે આ મુદ્દે 200 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.
આ જોતાં ઝારખંડ સરકારે ઘર વપરાશમાં ઉપયોગી વીજળી ફ્રીમાં આપવાની તૈયારીમાં લાગી ગયું છે. ઝારખંડ સરકાર 100 યૂનિટ ફ્રી વીજળીનો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે.

