અમેરીકન ઉત્પાદનો પર વધારે શુલ્ક હવે સ્વિકાર્ય નથી: ટ્રમ્પ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરવારા ભારતને સખ્ત શબ્દોમાં ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કેસ ભારતે અમેરીકન ઉત્પાદનોમાં ઘણાં લાંબા સમયથી વધારે શુલ્ક લગાવેલું છે. પરંતુ હવે તેને સ્વિકાર્ય કરવામાં આવશે નહી. ડોનાલ્ડ ટ્રમ્પની આ ચેતવણીને હળવાશથી લઇ શકાય નહી કારણ કે, અમેરીકાએ ચીન સાથે ટ્રેડ વોરની શરૂઆત આ રીતે જ કરી હતી.

G-20 શિખર સમ્મેલનમાં ટ્રમ્પ અને મોદીએ દ્વીપક્ષીય વાતચીત કરી હતી અને પોત-પોતાના વાણિજ્ય મંત્રીઓ દ્વારા વ્યાપાર મુદ્દાને ઉકેલવા પર સહમતિ વ્યક્ત કરી હતી. અમેરીકાએ ભારતને પ્રેફરેબલ વ્યવસ્થામાંથી બહાર કરી દીધું છે, જેના જવાબમાં ભારતે અમેરીકાથી આયાતીત 28 વસ્તુઓ પર શલ્ક વધાર્યું છે.