પુલવામા હુમલામાં સામેલ પાંચ પૈકી 4 આતંકી ઠાર કરાયા, 1ની ધરપકડ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ મંગળવારે લોકસભામાં કહ્યું કે, પુલવામા આતંકી હુમલામાં સામેલ પાંચ આતંકવાદી પૈકી ચારને ઠાર કરાયા છે, જ્યારે એક આતંકવાદીની સુરક્ષા દળોએ ધરપકડ કરી છે.

જી.કિશન રેડ્ડીએ એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)ની તપાસમાં આ હુમલામાં પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યૂલના તાર જોડાયેલાં હોવાનો ખુલાસો થયો છે, જેણે હુમલાનું ષડયંત્ર રચ્યું અને અંજામ આપ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના જવાનોના કાફલા પર એક આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40 જવાનો શહીદ થઈ ગયા હતાં. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી.કિશન રેડ્ડીએ કહ્યું કે, પાંચ આરોપી પૈકી એક આત્મઘાતી હુમલાખોર હતો.

એક આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે બેને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતાં. એક અન્ય આરોપી મુદસ્સિર અહમદ ખાન ઉર્ફે મોહમ્મદભાઈને પણ સુરક્ષા દળોએ ઠાર કર્યો છે.