લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાને લઈને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ ટ્વીટ પણ કરી છે. તેમણે લખ્યુ કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારની જવાબદારી હું સ્વીકારુ છુ. અમારી પાર્ટીના વિકાસ માટે જવાબદેહી મહત્વપૂર્ણ છે. આ કારણથી મે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવુ મારી માટે ગર્વની વાત છે. કોંગ્રેસ પાર્ટીની સેવા કરવી મારા માટે ગર્વનો વિષય છે જે પાર્ટીની નીતિઓ અને સિદ્ધાંતોથી દેશનો વિકાસ થયો છે. હું દેશ અને પાર્ટી પાસેથી મળેલા પ્રેમ માટે આભારી છુ. 2019માં મળેલી હાર માટે પાર્ટીને પુર્નસંગઠિત કરવાની જરૂર છે. પાર્ટીની હાર માટે સામૂહિક રીતે લોકોએ કડક નિર્ણય લેવા પડશે. આ ઘણુ અયોગ્ય હશે કે પાર્ટીની હાર માટે સૌને જવાબદાર ઠેરવવામાં આવે પરંતુ પાર્ટીના અધ્યક્ષ હોવાના કારણે હું પોતાની જવાબદારીથી ભાગુ. ઘણા સાથીઓએ મને સલાહ આપી કે હું જ કોંગ્રેસ પાર્ટીના આગામી અધ્યક્ષના નામ માટે ચૂંટણી કરુ. એ સાચુ છે કે કોઈની તાત્કાલિક જરૂર છે કે કોઈ અમારી પાર્ટીને લીડ કરે. મારા માટે કોઈ એકની પસંદગી કરવી અયોગ્ય હશે. અમારી પાર્ટીનો ઈતિહાસ ઘણો ગૌરવશાળી રહ્યો છે. તેથી મને લાગે છે કે હવે પાર્ટી જ નક્કી કરે કે કોણ અમારુ નેતૃત્વ હિંમત, પ્રેમ અને જવાબદારી સાથે સંભાળશે.

