વાગરા : ગ્રામીણ બેન્કમાંથી ખેડૂતના ખિસ્સામાંથી બે ગઠીયા ૫૦૦૦૦/- સેરવી ફરાર

ગુજરાત મુખ્ય સમાચાર

વાગરા ગ્રામીણ બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલા ખેડૂતે પૈસાથી હાથ ધોવા પડયા હતા.બે ગઠિયાઓએ ખેડૂતને વાતમાં ભેરવી હજારો રૂપિયા કાઢી લઈ ફરાર થઈ જતા ખેડૂત પરિવાર ઉપર આભ તૂટી પડયુ હતુ. આ અંગે વાગરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વસ્તીખંડાલી ગામે રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા સોક્તભાઈ ઉંમર ઇબ્રાહિમ ભટ્ટી સાથે દુઃખદ ઘટના બનવા પામી હતી.ખેતીની મેહનત મજૂરીના આવેલ ૫૦૦૦૦/-₹ ગતરોજ વાગરા ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં પૈસા જમા કરાવવા ગયા હતા.બેંકની સ્લીપ ભરી કેશીયરને રકમ આપી હતી. પરંતુ પચાસ હજાર રૂપિયાની રકમ હોવાથી બેંક કેશીયરે પાન કાર્ડની ઝેરોક્ષ જમા કરાવશો તો પૈસા જમા થશે એમ કહી પૈસા પરત આપ્યા હતા. સોકતભાઈએ પોતાના દીકરા પાસે પાન કાર્ડ મંગાવ્યો હતો. એ દરમિયાન સવા દશ વાગ્યાના અરસામાં બે હિન્દીભાષી યુવાનો બેંકમાં આવ્યા હતા. અને પૈસા જમા કઈ રીતે કરાવવા એમ મને પૂછતાં મેં મૌખિક સમજ આપી હતી.એવા ટાણે સોક્તભાઈની ડાબી બાજુએ પાછળના ભાગે ઉભેલ ગઠીયાએ તેમના ઉપરના ખિસ્સામાં મુકેલ પાંચસોની નોટનું ૧૦૦નું બંડલ કાઢી લઇ બંને ગઠીયા રફુચક્કર થઈ ગયા હતા.થોડા સમય પછી સોકતભાઈએ ખિસ્સામાં જોતા પૈસા નહીં મળતા તેમના પગ નીચે થી ધરતી ખશી ગઈ હતી.આ અંગે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.