દિપિકા-રણબીરના ગુડબાય કિસ વાયરલ થતા ચર્ચા શરૂ

ફિલ્મ જગત

દિપિકા પાદુકોણ અને રણબીર કપુર વચ્ચેની કેમિસ્ટ્રી હજુ પણ જાણીતી રહી છે. તેમની વચ્ચે મિત્રતા પ્રેમ સંબંધ તુટી ગયા હોવા છતાં મજબુત રહી છે. હવે દિપિકા અને રણબીર કપુર વચ્ચે ગુડબાય કિસ વાયરલ થયા બાદ તેની ચર્ચા છે. બંનેની જોડીને ચાહકો આજે પણ ખુબ પસંદ કરે છે. જ્યાં સુધી રણવીર િંસહ સાથે દિપિકાના લગ્ન થયા ન હતા ત્યાં સુધી બંનેના પ્રેમ સંબંધો અને લગ્નને લઇને વાત કરતા ચાહકો નજરે પડતા હતા. જો કે હવે આવી બાબતાે થતી નથી. જો કે હવે ગુડબાય કિસ સાેશિયલ મિડિયામાં નજરે પડતચા ભારે હોવાળો થયેલો છે. તેમની ચર્ચા ફરી એકવાર છેડાઇ ગઇ છે.

હકીકતમાં દિપિકા અને રણબીર કપુર હાલમાં એક જાહેરાતમાં સાથે કામ કરી ચુક્યા છે. અહીંથી જવાના ગાળા દરમિયાન બંને એકબીજાની ખુબ નજીક દેખાયા હતા. બંને ક્લોઝ ફ્રેન્ડની જેમ ગળે મળ્યા હતા. ગાલ પર કિસ પણ કર્યા હતા. તેમના હગ અને કિસના ફોટા હવે સાેશિયલ મિડિયા પર વાયરલ થતા તેની ચર્ચા જોવા મળી રહી છે.

રિલેશનશીપના મામલે પાેત પાેતાની રીતે આગળ વધી ચુકેલા રણબીર અને દિપિકા તેમની વચ્ચેની મિત્રતાને જાળવી રાખવામાં સફળ રહ્યાા છે.ચાહકો પણ તેમની કેમિસ્ટ્રીને હમેંસા પસંદ કરતા રહ્યાા છે. દિપિકા અને રણબીરની જોડી બેસ્ટ છે તેમ એક ચાહકે કહ્યાુ છે. આ ચાહકે તાે રણવીરને ભુલી જવા માટે કહ્યાુ છે. જો કે કેટલાક ચાહકો એવા પણ છે જેમને તેમની વચ્ચેની કેમિસ્ટ્રી હવે પસંદ પડી રહી નથી. કેટલાક લોકોએ ફની ટ્વીટ કરીને આલિયા ભટ્ટ પર વધારે ધ્યાન આપવા માટે રણબીરને સલાહ આપી દીધી છે. રણબીર હાલમાં આલિયા ભટ્ટની સાથે રિલેશનશીપમાં છે. જ્યારે દિપિકા રણવીર સાથે લગ્ન કરી ચુકી છે.