ભારત તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક બાદ ભારતીય ફાઈટર જેટના હુમલાના જવાબમાં પાકિસ્તાને એફ-16 ફાઈટર જેટનો ઉયોગ કર્યો જેને લઈ પાકિસ્તાનનું જૂઠ બેનકાબ થઈ ગયું છે. ભારત તરફથી એર સ્ટ્રાઈકના એક દિવસ બાદ 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે પાકિસ્તાને એફ-16નો ઉપયોગ નહોતો કર્યો. પરંતુ હુમલાના પાંચ દિવસ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ નેશનલ એસેમ્બલીમાં દાવો કર્યો હતો કે તેમણે 27મી ફેબ્રુઆરીએ બે પાયલોટ પકડ્યા હતા. તેમાંથી એક વિંગ કમાન્ડર નૌમાન અલી ખાન હતા, જેમની ભારતીય વિમાન પર હુમલો કરવા બદલ પાકિસ્તાન વિધાનસભામાં પ્રશંસા થઈ હતી. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ વિંગ કમાન્ડર ખાન પાસે એક દશકથી વધુ ફ્લાઈંગ રેકોર્ડ છે અને તેઓ એક કેરિયર એફ 16ના પાયલટ છે. જ્યારે પાકિસ્તાન સતત કહી રહ્યુ્ં છે કે તેમણે ભારત સાથેના તણાવ વચ્ચે એફ 16નો ઉપયોગ નહોતો કર્યો.
