હવે જમ્મુ કાશ્મીરમાં દિલ્હી જેવી વિધાનસભા બનશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

મોદી સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવાના નિર્ણય બાદ કાશ્મીરમાં શું બદલાવ આવશે તે પણ જાણવા જેવુ છે.

મોદી સરકારના નિર્ણયના પગલે હવે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે.જ્યાં દિલ્હીની જેમ વિધાનસભાની ચૂંટણીઓ થશે પણ સરકારના સંચાલનમાં એલજી એટલે કે લેફટનન્ટ ગર્વનરની દખલગીરી વધશે.જ્યારે લદ્દાખને પણ કેન્દ્રશ શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો છે.જોકે ત્યાં વિધાનસભા નહી હોય એટલે ચૂંટણી નહી થાય.જમ્મુ કાશ્મીરમાં ચૂંટાયેલી સરકારે તમામ નિર્ણયો માટે અંતિમ મંજૂરી ઉપ રાજ્યપાલ એટલે કે એલજીની લેવી પડશે.

સરકારના આ નિર્ણયની સાથે જ કાશ્મીરનુ અલગ બંધારણ પણ ખતમ થઈ ગયુ છે.આ બંધારણ 1965માં પાસ કરવામાં આવ્યુ હતુ.કાશ્મીરમાં હવે જરુર પડે તો ઈમરજન્સી પણ લગાવી શકાશે.

– અગાઉ અલગ દરજ્જાના કારણે અન્ય રાજ્યોના લોકો જમ્મુ કાશ્મીરમાં વોટ આપવાનો અધિકાર મેળવી શકતા નહોતા.હવે બીજા લોકો પણ આ રાજ્યમાં વોટિંગ માટે રાઈટ મેળવી શકશે.

– જમ્મુ કાશ્મીરમાં હવે માત્ર ભારતનો જ ધ્વજ ફરકશે.

– અન્ય રાજ્યોના લોકો જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશે.

– રાજ્ય બહાર લગ્ન કરનાર મહિલાઓના પોતાના રાજ્યના અધિકાર નહી છીનવાય.