‘એક ધ્વજ, એક રાષ્ટ્ર, એક દેશ, એક બંધારણ’

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરતાં જ ટ્વીટર પ્લેટફોર્મ ‘એક ભારત’, ‘ગ્રેટ ઈન્ડિયા’ અને ‘એક ધ્વજ, એક રાષ્ટ્ર, એક દેશ, એક બંધારણ’ જેવા સૂત્રોથી છલકાઈ ગયું છે. ઉપરાંત ટ્વીટર મિશ્ર ટ્વીટ પણ થઈ રહ્યાં છે. એક ટ્વીટર યુઝર્સે ટ્વીટ કર્યું કે, ‘ઐતિહાસિક પગલું. સાચા અર્થમાં સફળ. રાષ્ટ્રીય એકતા મજબૂત થશે.’

અન્ય એક ટ્વીટર યુઝર્સે ‘કાશ્મીર હમારા હૈં’ના હેશટેગ સાથે લખ્યું કે, ‘એક ધ્વજ, એક રાષ્ટ્ર, એક દેશ, એક બંધારણ.’

બીજા એક યુઝર્સે ટ્વીટ કર્યું કે, ‘હવે જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ છે. દરેક જગ્યાએ ખુશી છે. કાશ્મીર હમારા હૈં.’

આ સાથે મોટા ભાગના ટ્વીટર યુઝર્સ પોતાની ભાવના ટ્વીટર વ્યક્ત કરી રહ્યાં છે અને સાથે ત્રિરંગાનો ફોટો અપલોડ કરી રહ્યાં છે અને લખે છેઃ‘અખંડ ભારત.’
કલમ 370 રદ કરવાના નિર્ણયને કેટલાક ટ્વીટર યુઝર્સે મોદી-શાહની જોડીને શુભેચ્છા પાઠવી છે અને 2024ની જીતનો પાયો ગણાવ્યો છે. ટ્વીટર યુઝર્સ હેમંત બિસ્વાએ ટ્વીટ કર્યું કે, ‘2024માં ભાજપને જીત માટે અભિનંદન. ડીયર રાહુલ ગાંધી 2029ની તૈયારી કરો. તમારા માટે 2024માં 1 ટકા જેટલો ચાન્સ છે.’