રેલવેએ મુસાફર ભાડુ વધાર્યું: સ્લીપરમાં 2 પૈસા અને એસી ક્લાસમાં 4 પૈસા પ્રતિ કિમીનો વધારો, નવા રેટ નવા વર્ષથી લાગૂ થશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય રેલવે મંત્રાલયે મુસાફર ભાડામાં વધારો કર્યો છે. મંગળવારે ભારતીય રેલવે કોન્ફરન્સ એસોસિએશને મુસાફર ભાડુ દર્શાવતું એક ટેબલ જાહેર કર્યું. 1 જાન્યુઆરી 2020થી આ વધારો લાગૂ થશે. ટેબલના આધાર પર ભાડામાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે એસી ક્લાસમાં મુસાફરી કરતા લોકો માટે 4 પૈસા પ્રતિ કિમી જ્યારે સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે 2 પૈસા પ્રતિ કિમીનો વધારો કરવામાં આવ્યો છે.

કેટલો વધારો કેટલી અસર
શ્રેણી 100 કિમી. 500 કિમી. 1000 કિમી.
સેકન્ડ (સામાન્ય) 1 પૈસા/કિમી 1 રૂ. 5 રૂ. 10 રૂ.
સ્લીપર(સામાન્ય) 1 પૈસા/કિમી 1 રૂ. 5 રૂ. 10 રૂ.
ફર્સ્ટ ક્લાસ(સામાન્ય) 1 પૈસા/કિમી 1 રૂ. 5 રૂ. 10 રૂ.
સેકન્ડ (મેલ/એક્સપ્રેસ) 2 પૈસા/કિમી 2 રૂ. 10 રૂ. 20 રૂ.
સ્લીપર (મેલ/એક્સપ્રેસ) 2 પૈસા/કિમી 2 રૂ. 10 રૂ. 20 રૂ.
ફર્સ્ટ ક્લાસ (મેલ/એક્સપ્રેસ) 2 પૈસા/કિમી 2 રૂ. 10 રૂ. 20 રૂ.
એસી ચેરકાર 4 પૈસા/કિમી 4 રૂ. 20 રૂ. 40 રૂ.
એસી થ્રી ટાયર 4 પૈસા/કિમી 4 રૂ. 20 રૂ. 40 રૂ.
એસી ટૂ ટાયર 4 પૈસા/કિમી 4 રૂ. 20 રૂ. 40 રૂ.
એસી ફર્સ્ટ ક્લાસ 4 પૈસા/કિમી 4 રૂ. 20 રૂ. 40 રૂ.