અમદાવાદઃ ડૉકટરના અપહરણનો મામલો, બેદરકાર બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદના (Ahmedabad) આંબાવાડીમાં આવેલી નવકાર મેટરનીટી હોસ્પિટલમાંથી (hospital) ડોક્ટરનું અપહરણ (Doctor’s kidnapping) કરવાના કેસમાં બે પોલીસકર્મીને (police) બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા છે. કન્ટ્રોલ રૂમનો મેસેજ હોવા છતાં બેદરકારી દાખવતા અપહરણ થયું હોવાનું સામે આવતા સસ્પેન્ડ કરાયા છે.

આંબાવાડી માં નવકાર હોસ્પિટલ આવેલી છે. અહીં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થતા હોબાળો મચી ગયો હતો. જેથી ફરજ પરના લોકોએ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. પણ એલિબ્રિજ પોલીસે બેદરકારી દાખવી આ મેસેજની ગંભીરતા દાખવી ન હતી.

જેથી મૃતકના પરિવારજનોએ ડોક્ટરનું જબરદસ્તીથી અપહરણ કરાયું હતું અને પોતાની બેદરકારી હોવાનું નિવેદન કેમેરામાં કેદ કરી વિડીયો લીધો હતો. આખરે તબીબ આલમમાં આ ઘટનાની જાણ થતા જ પોલીસને અપહરણની જાણ કરાઈ હતી. જેથી પોલીસે તપાસ કરી ડોક્ટરને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. અને હોહાપો થતા ચાર લોકોની ધરપકડ પણ કરાઈ હતી. આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરતા તે દિવસે ફરજ પર જે પોલીસકર્મીઓ હતા તે લોકોને કન્ટ્રોલ રૂમનો મેસેજ હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા બેદરકારી ને કારણે ડોક્ટરનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પીએસઓ તરીકે ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ રાજીવભાઈ અને ઇન્વે માં ફરજ બજાવતા વિનોદભાઈ ની બેદરકારી સાબિત થતા તે લોકોને સસ્પેન્ડ કરાયા છે.