58 વર્ષ બાદ આજે ગુજરાતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC) ની બેઠક મળશે

મુખ્ય સમાચાર રાજકીય

58 વર્ષ બાદ આજે ગુજરાતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC) ની બેઠક મળશે, છેલ્લે ગુજરાતમાં 1961માં ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી. આ બેઠકમાં દેશની આર્થિક,રાજકીય,આંતરિક અને બાહ્ય સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા થશે. બેઠક બે કલાક ચાલશે. બીજી બાજુ ભાજપ એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની પડખે લાવી રહ્યું છે. 4 દિવસમા ત્રણ ધારાસભ્યો આવી ચૂક્યા છે. કેટલાક લાઈનમાં હોવાનું પણ કહેવાય છે. લોકસભાની ચૂંટણીને કારણે એકબીજાના સભ્યો તોડવાની પ્રવૃત્તિમાં તેજી આવી છે. બંને પક્ષો વધુને વધુ બેઠકો જીતવા માટે પોતાની રીતે રાજકીય સોંગઠા ગોઠવી રહ્યા છે.