રાપરનાં ધારાસભ્યનું રાજીનામુ વધુ એક ખરાબ સમાચાર કૉંગ્રેસ માટે

મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાતમાં આજે કૉંગ્રેસની CWCની બેઠક યોજાવવા જઇ રહી છે. 58 વર્ષ બાદ કૉંગ્રેસ ગુજરાતમાં CWCની બેઠક યોજી રહી છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવ્યા છે. ત્યારે એક વધુ ખરાબ સમાચાર કૉંગ્રેસ માટે આવ્યા છે. કૉંગ્રેસનાં રાપરનાં ધારાસભ્યએ રાજીનામુ આપી દીધું છે. રાપરનાં કૉંગ્રેસનાં ધારાસભ્ય સંતોકબેન એરઠીયાએ રાજીનામુ આપતા કૉંગ્રેસને વધુ એક ઝાટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રસનો સાથે અને હાથ છોડવાનું એક પછી એક ચાલુ જ છે. આ પહેલા આશા પટેલ, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પરસોત્તમ સાબપિયા, વલ્લભ ધારવિયા જેવા નેતાઓએ કૉંગ્રેસથી છેડો ફાડી દીધો છે. તો ભગા બારડનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.