૧૪મી ફેબુ્રઆરીએ સમગ્ર દેશને હચમચાવી દેનારા પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ સહીત ત્રણ આતંકીઓને સૈન્યએ ઠાર માર્યા છે. દક્ષીણ કાશ્મીરના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે થયેલા ગોળીબારમાં આ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ખુંખાર આતંકી મુદસિર અહેમદ ખાન પણ સામેલ હતો. મુદસિર ખાને જ પુલવામા હુમલાનો પ્લાન તૈયાર કર્યો હતો તેવા અહેવાલો છે. જ્યારે અન્ય બે આતંકીઓના મૃતદેહોની ઓળખાળ કરવાની પ્રક્રિયા જારી છે.

