નોટબંધીના અમલ માટે મોદી સરકારે જે પણ કારણો રજૂ કર્યા હતાં તેની સામે આરબીઆઇની બોર્ડ મિટિંગમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

મુખ્ય સમાચાર રાજકીય

નોટબંધીનો અમલ કરી ભારતીય અર્થતંત્રને ખાડામાં ઉતારવાનો આરોપ મૂક્તા કોંગ્રેસે આજે જણાવ્યંલ છે કે આરટીઆઇ હેઠળ મળેલા દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે નોટબંધીના અમલ માટે મોદી સરકારે જે પણ કારણો રજૂ કર્યા હતાં તેની સામે આરબીઆઇની બોર્ડ મિટિંગમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના મુખ્યમથક ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે નોટબંધી તઘલખી ફરમાન હતો અને આ માટે કોઇ આયોજન કે ચર્ચા કરવામાં આવી ન હતી. જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે આજે પણ દેશમાં નોટબંધીની પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. નોટબંધીને કારણે છેલ્લા અઢી વર્ષથી દેશના અસંગઠિત ક્ષેત્ર, કૃષિ પર પ્રતિકૂળ અસર પડી રહી છે અને અનેક લોકોએ નોકરી ગુમાવી છે.