સુરત અગ્નિકાંડ: આારોપી સાબિત થયેલા ત્રણ અધિકારી અને બિલ્ડરને કોર્ટે ફટકારી આ સજા

ગુજરાત મુખ્ય સમાચાર

જે ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો એ સુરતની ઘટના અંગે એક મહત્વનાં સમાચાર મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ત્રણ અધિકારીઓ અને બિલ્ડરની ધરપકડ કરવામાં આવી હતી અને બધાને રિમાન્ડ પર રાખવામાં આવ્યાં હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનાં રિમાન્ડની વધુ માગણી નથી કરી. આજનાં દિવસે આરોપી એક્ઝિક્યુટિવ ઈજનેર જયેશ સોલંકી, તત્કાલીન કાર્યપાલક ઈજનેર પી.ડી.મુનશી, નાયબ ઈજનેર દિપક નાયક અને રવિન્દ્ર કહારને કોર્ટમાં હાજર કરાયા હતાં.

આજ રોજ કોર્ટમાં બધાના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જો તેમનાં ગુના વિશે વાત કરીએ તો બિલ્ડર પાસે આર્કેડનું સુસનગત જ ન હોવા છતાં જયેશ સોલંકીએ સર્ટિફિકેટ ઓફ રેગ્યુલાઈજેશન આપ્યું હતું. તો વળી પી.ડી.મુન્શીએ પ્લાનના અનુરૂપ બાંધકામ ન હોવા છતાં ઇમપેક્ટ ફીના કાયદા હેઠળ મંજુરી આપી દીધી હતી. તેમજ દિપક નાયકે ટ્રાન્સફોર્મર ફ્યુઝ અને ગ્રાહક દ્વારા માંગવામાં આવેલા લોડ અંગેની તપાસ કર્યા વગર જ વીજ કનેક્શન આપેલું હતું. આ તમામ આરોપીનાં ગુનાને ધ્યાનમાં લઈને કોર્ટે તમામને લાજપોર જેલ મોકલી દીધા છે.

ઉલ્લેખનીય છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં પાલિકાના અધિકારીઓની પુચપરછનો દોર શરૂ થયો હતો. દરમિયાન પાલિકાના વધુ પાંચ અધિકારીઓને ક્રાઈમ બ્રાન્ચે સમન્સ મોકલાવતા ફફડાટ ફેલાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે ઝોનલ ચીફ ડી. સી. ગાંધી, કાર્યપાલક ઇંજનેર પરાગ મુન્શી, ડેપ્યૂટી ઇંજનેર વી. કે. પરમાર, જુનિયર ઈજનેર હરેરામ દુર્યોધનસિંગ અને કાર્યપાલ ઇંજનેર જયેશ સોલંકીને સમન્સ પાઠવી તેડાવ્યાં હતા. જે પૈકી કાર્યપાલ ઇંજનેર જયેશ સોલંકીનું મોડી રાત સુધી નિવેદન લેવાયું હતું.