ગુજરાતમાં રાજકોટના માણેકવાડા ગામમાં વિકાસ પરિયોજનાઓમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર આરટીઆઈ કાર્યકર્તા નાનજી સોંદર્વના દીકરા રાજેશ સોંદર્વની હત્યા કરી દેવામાં આવી. રાજેશ સોંદર્વ દલિત હતો અને તે પોતાના પિતાના હત્યારાઓના જામીન રદ્દ કરાવવા માટે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો હતો. તના પિતાની ગામના ઉચ્ચ-જાતિના લોકોએ 9 માર્ચ 2018ના રોજ હત્યા કરી મૂકી હતી. આ મામલામાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. જો કે ગુજરાત હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા હતા. રાજેશ તેમના જામીન રદ્દ કરાવવા માંગતો હતો, તેને પણ મારી નાખવામાં આવ્યો.
