નવી દિલ્હી તા. ૧૨ : નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનને વિદેશથી મળતા ડોનેશન નરેન્દ્ર મોદી સરકારની સખતીથી તેમાં છેલ્લા ચાર વર્ષમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. એક રિપોર્ટમાં કનિદૈ લાકિઅ આ જાણકારી આપવામાં આવી છે. વિદેશી કન્સલ્ટન્સી ફર્મ બેન એન્ડ કંપનીના એક રિપોર્ટ અનુસાર, મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ૧૩ હજારથી વધુ કનિદૈ લાકિઅ એનડીઓના લાઇસન્સ અકિલા ગૃહ મંત્રાલય દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે. માત્ર ૨૦૧૭માં આશરે ૪૮૦૦ એનજીઓના લાઇસન્સ રદ્દ થયા છે.
