DTH અને કેબલ ઓપરેટર્સને ટ્રાઈની ચેતવણી, થશે કડક કાર્યવાહી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયાએ ડીટીએસ અને કેબલ ઓપરેટર્સને નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ટ્રાઈએ જણાવ્યું છે કે નવા ચાર્જ સંબંધીત આદેશ અને નિયામક વ્યવસ્થાનું પાલન જે નહીં કરે તેને દંડ કરવામાં આવશે. ટ્રાઈએ જણાવ્યું હતું કે ઓપરેટર્સ પર કાબૂ રાખવા માટે ટુંક સમયમાં સબ્સક્રાઈબર મેનેજમેન્ટ અને આઈટી સિસ્ટમનું ઓડિટ પણ શરૂ કરવામાં આવશે.

ટ્રાઈના ચેરમેન આરએસ શર્માએ જણાવ્યાનુસાર, ગ્રાહકોના રસ અને હિતને અવગણવામાં નહીં આવે, તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ પણ થશે નહીં. એટલા માટે જ નિયમોનું પાલન ન કરતી કંપનીઓને તેનું પરીણામ પણ ભોગવવું પડશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે ગ્રાહકોની અનેક ફરીયાદો તેમને મળી રહી છે. તેમની ફરીયાદો ઓપરેટર્સના સોફ્ટવેર અને ટેકનીકના કારણે છે.

તેના કારણે ગ્રાહકો તેમની પસંદની ચેનલ જોઈ શકતા નથી. જો ઓપરેટર્સ ગ્રાહકોની મરજી અને તેમણે પસંદ કરેલી ચેનલ તેમને નહીં આપે તો તે નિયમોનો ભંગ ગણાશે અને તેના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.