ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકરની અમેરિકાની કંપનીએ ડૉલ બનાવી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રમકડાં બનાવતી અમેરિકી કંપની મેટેલ તેની 60મી એનિવર્સરી ઉજવી રહી છે. આ અવસરે કંપનીએ 17 દેશોની 19 સફળ મહિલાઓની બાર્બી ડોલ બનાવી છે. કંપનીએ યુવાઓને ઇન્સ્પાયર કરવા માટે આવું કર્યું છે. તેમાં ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર પણ સામેલ છે. દીપા કર્માકર રિયો ઓલિમ્પિકમાં એક પોઇન્ટથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગઇ હતી. તે ઓલિમ્પિકમાં ભાગ લેનારી પહેલી ભારતીય જિમ્નાસ્ટ હતી. કંપનીએ આ કેમ્પિનમાં 18 થી 85 વર્ષની ઉંમરની મહિલાઓને સામેલ કરી છે. તેમાં ખિલાડી સિવાય મોડલ, સોશ્યિલ એક્ટિવિસ્ટ, પત્રકાર પણ સામેલ છે.