અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેે આગામી કેટલાક સપ્તાહમાં મોબાઇલ ફોન કોલ અને ડેટા ચાર્જિસમાં વધારો કરશે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ કોલ અને ડેટા ચાર્જિસમાં આગામી મહિનાથી વધારો કરવાની જાહેરાત કરી હતી.
જીઓએ વધુમાં જણાવ્યું છે કે અન્ય ઓપરેટરોની જેમ અમે પણ સરકાર સાથે કાર્ય કરી રહ્યાં છે અને રેગ્યુલેટરીના નિયમોનું પાલન કરી રહ્યાં છે. જેથી ભારતીય ગ્રાહકોને ફાયદો થાય. અમે આગામી કેટલાક સપ્તાહમાં અમે ટેરિફ વધારવા સહિતના કેટલાક પગલાઓ એવી રીતે લઇશું કે જેની અસર ડેટાના વપરાશ કે વૃદ્ધિ પર ન થાય.
ઉલ્લેખનીય છે કે ૩૦, સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતા કવાર્ટરમાં વોડાફોન-આઇડિયાએ ૫૦,૯૨૧ કરોડ રૃપિયા જ્.યારે એરટેલે ૨૩,૦૪૫ કરોડ રૃપિયાની ખોટ નોંધાવી હતી. બીજી તરફ રિલાયન્સ જીઓના ચોખ્ખો નફો ૪૫.૪ ટકા વધીને ૯૯૦ કરોડ રૃપિયા રહ્યો હતો.

