વડાપ્રધાને વચન આપ્યું છતાં બૂલબૂલથી થયેલા નુંકસાન પર નથી કરી મદદ

મુખ્ય સમાચાર રાજકીય

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યના ચક્રાવાત ‘બૂલબૂલ’થી થયેલા નુંકસાનને લઈને કેન્દ્ર તરફથી કોઈ રાહતની રકમ આપવામાં આવી નથી. પ.બંગાળ વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ચક્રાવાત ‘બૂલબૂલ’ બાદ કેન્દ્રની એક ટીમ સર્વેક્ષણ માટે અહીં આવી હતી. પરંતુ તે બાદ પણ અમને હજુ સુધી કોઈ નાણાંકિય સહાય નથી મળી.

તેમણે કહ્યું કે, રાજ્યને 23811.60 કરોડ રૂપિયાનું નુંકસાન થયું છે અને છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વડાપ્રધાન ટ્વીટ કર્યું હતું કે રાજ્યને આર્થિક મદદ આપવામાં આવશે પરંતુ તે બાદ પણ રાહતની રકમ હજુ સુધી નથી આપવામાં આવી.