ઝારખંડ: રાહુલ ગાંધીને અમિત શાહે આપ્યુ ઓપન ચેલેન્જ, મેદાનમા આવી જાઓ…

મુખ્ય સમાચાર રાજકીય

ઝારખંડ વિધાનસભા ચુંટણીના કારણે ચુંટણી પ્રચાર જોર-શોરમા ચાલી રહ્યો છે. સોમવારે ચક્રધરપુરમા રેલીને સંબોધિત કરતા અમિત શાહે રાહુલ ગાંધીને ખુલ્લી ચેતવણી આપી છે.

ઝારખંડમા પહેલી ચુંટણી રેલી કરવા જઈ રહેલા રાહુલ ગાંધી વિશે અમિત શાહે કહ્યુ કે, રાહુલ બાબા તમારા 55 વર્ષના શાસનકાળ દરમ્યાન અને અમારા પાંચ વર્ષ તેનો હિસાબ લઇને મેદાનમા આવી જજો.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

અમિત શાહ આકરા પ્રહાર કરતા બોલ્યા કે, તમે જણાવો કે દેશમાથી ઘુસણખોરો જવા જોઇએ કે નહીં? કોંગ્રેસની પાર્ટી કહે છે કે, એનઆરસી લાવો નહીં, ઘુસણખોરોને કાઢી મૂકો નહીં. જે

બોલવું હોય તે બોલો પરંતુ હવે PM નરેન્દ્ર મોદી અને બીજેપી સરકાર સમગ્ર દેશમા એનઆરસી લાગુ કરશે અને ઘુસણખોરોને ગણી-ગણીને હાંકી કાઢશે.