1 લાખ રૂપિયાના થઇ ગયા 26 લાખ રૂપિયા, આ કંપનીએ આપ્યું 26 ગણુ વળતર

ગુજરાત મુખ્ય સમાચાર

સામાન્ય રીતે માનવામાં આવે છે કે, મ્યૂચુઅલ ફંડ ખુબ જ સુરક્ષિત અને આક વિભાગમાં 12-15 ટકાનું વાર્ષિક રિટર્ન આપે છે. પરંતુ મ્યૂચુઅલ ફંડ કંપની ICICI પ્રૂડેંશિયલ મ્યૂચુઅલ ફંડના મલ્ટી એસેટ કેટેગરીના 17 વર્ષોમાં 26 ગણુ રિટર્ન રોકાણકારોને આપ્યું છે. મતલબ એ છે કે, કોઇએ શરૂઆતમાં એક લાખ રૂપિયા લગાવ્યા હશે તો તે 17 વર્ષમાં 26 લાખ રૂપિયા થઇ ગયા.

મીડિયા રિપોર્ટના આંકડા અનુસાર જો કોઇ વ્યક્તિએ 10 લાખ રૂપિયા 17 વર્ષ પહેલા આ બેંકમાં રોકાણ કર્યું હશે તો આજે તે 2.6 કરોડ રૂપિયા થઇ ગયા હશે. જ્યારે અવધિમાં તેની બેંચ માર્ક નિફ્ટી 50 ઇંડેક્સમાં આ રમક 1.5 કરોડ રૂપિયા થઇ છે. મલ્ટી એસેટ કેટેગરીમાં આઇસીઆઇસીઆઇ પ્રૂડેંશિયલ એક સારી પ્રોડક્ટ સાબિત થઇ છે. 31 ઓક્ટોબર 2002એ રજૂ કરવામાં આવેલ ફંડનું મેનેજમેન્ટ જાણીતા ફંડ મેનેજર એસ. નરેન કરે છે. શરૂઆતમાં આ ફંડએ 21.32% CAGRના દરે રિટર્ન આપ્યું હતું અને રોકાણકારોનો વિશ્વાસ તેમા બનેલ છે.

ખરેખર રોકાણકારો પાસે રણનીતિક રૂપે એસેટ એલોકેશન મિક્સ હોવી જોઇએ, જેમા બ્રૈલેંસ્ડ, સ્ટ્રક્ટર્ડ પોર્ટફોલિયો હોય જે અલગ-અલગ સ્થિતિમાં સારૂ પ્રદર્શન કરે. મલ્ટી એસેટ કેટેગરી ઇક્વિટીમાં 8-10 ટકા, ડેટમાં 10-35 ટકા, ગોલ્ડ અને ગોલ્ડ ઇટીએફમાં 10-35 ટકા, રિટ અને ઇનવિટ્સમાં 0-10 ટકાનું રોકાણ કરે છે. મલ્ટી એસેટમાં મતલબ તમામ પરિસંપત્તિઓમાં રોકાણ કરવાથી થાય છે.

મીડિયા રેકોર્ડના આંકડા અનુસાર, આઇપ્રૂના મલ્ટી એસેટમાં કોઇએ 10 હજાર રૂપિયા માસિક એસઆઇપી 2002થી કરી હશે તો આ રકમ 99.53 લાખ રૂપિયા થઇ જશે. જ્યારે રોકાણની રકમ 20.4 લાખ રૂપિયા જ રહેશે.