બાંગ્લાદેશે પહેલીવાર T20માં ભારતને 7 વિકેટે હાર આપી,મેચ જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી

ખેલ-જગત મુખ્ય સમાચાર

India vs Bangladesh Delhi T20 Match ભારત અને બાંગ્લાદેશની વચ્ચે દિલ્લીના અરૂણ જેટલી સ્ટેડીયમમાં 3 મેચની સિરીઝનો પહેલો T20  મેચ રમવામાં આવ્યો. આ મુકાબલામાં બાંગ્લાદેશની ટીમે જીત મેળવી, બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે કરારી હાર આપી. આ બાંગ્લાદેશની ટીમની ભારત સામે ટી20 ઈંટરનેશનલ માં પહેલી જીત છે. હજી સુધી બાંગ્લાદેશ ભારત સામે 8 મુકાબલામાં ઉતરી હતી અને 8 મુકાબલામાં ટીમ ઈંડીયાએ જીત મેળવી હતી.

બાંગ્લાદેશને 149 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારતે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટી-20માં બાંગ્લાદેશને 149 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે ઓપનર શિખર ધવને સર્વાધિક 41 રન કર્યા હતા. તે સિવાય ઋષભ પંતે 27 રન અને શ્રેયાંસ ઐયરે 12 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી ન શક્યો. બાંગ્લાદેશ માટે અમિનુલ ઇસ્લામ અને એસ ઇસ્લામે 2-2 વિકેટ લીધી હતી. ભારતે 18 ઓવરમાં 118 રન જ કર્યા. જોકે તે પછી વોશિંગ્ટન સુંદર અને કૃણાલ પંડ્યાએ અંતિમ 2 ઓવરમાં 30 રન ફટકારીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યું. સુંદરે 5 બોલમાં 14 અને પંડ્યાએ 8 બોલમાં 15 રન કર્યા.

રોહિત શર્મા ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

રોહિત શર્મા T-20 ઇન્ટરનેશનલમાં હાઈએસ્ટ રન સ્કોરર બન્યો. તેણે વિરાટ કોહલી (2450 રન)ને પાછળ છોડ્યો હતો. જોકે રોહિત આજે બેટ વડે કોઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. તે 9 રને ઇસ્લામની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.

ભારત માટે શિખર ધવન સૌથી સેટ બેટ્સમેન લાગતો હતો જોકે તે રનઆઉટ થયો હતો. ઋષભ પંતે મિડવિકેટ પર શોટ મારીને 2 રન માટેનો કોલ આપ્યો હતો અને પાછળથી ના પાડતા ધવન અર્ધેથી ક્રિઝ પર સમયસર પહોંચી શક્યો ન હતો. ધવને 42 બોલમાં 3 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 41 રન કર્યા હતા. શ્રેયસ ઐયર 22 રને ઇસ્લામની બોલિંગમાં નઇમના હાથે કેચ આઉટ થયો હતો. તેની પહેલા લોકેશ રાહુલ 15 રને લેગ સ્પિનર અમિનુલ ઇસ્લામની બોલિંગમાં કવર્સ પર મ્મહમદુલ્લાહના હાથે કેચ આઉટ થયો હતો.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, દિપક ચહર, ખલીલ અહેમદ અને યૂઝવેન્દ્ર ચહલ.

બાંગ્લાદેશની પ્લેઈંગ 11: સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, મહમ્મદુલ્લાહ (કેપ્ટન), અફિફ હોસેન, મોસાદેક હુસેન, લિટન દાસ, મુશફિકુર રહીમ (વિકેટકીપર), અમિનુલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન, શફિઉલ ઇસ્લામ અને અલ અમીન હોસેન