બજેટની પહેલી સાઇડ ઇફેકટ, આજથી પેટ્રોલ-ડીઝલ ડ્યુટી વધતા આટલા રૂપિયા થયું મોંઘુ

મુખ્ય સમાચાર રાજકીય

ગઇકાલે રજૂ થયેલા બજેટની આજથી સાઇડ ઇફેકટ દેખાવાનું શરૂ થઇ ગયું છે. પેટ્રોલ અને ડીઝલ પર 1 રૂપિયા એડિશનલ એક્સાઇઝ ડ્યુટી અને 1 રૂપિયા રોડ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેસ લાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઇ ગયું છે. આજે સવારથી 6 વાગ્યા થી પેટ્રોલ 2.50 રૂપિયા અને ડીઝલ 2.40 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઇ ગયું છે. તેની સીધી અસર પ્રજાના ખિસ્સા પર પડશે.

શુક્રવારના રોજ રાજધાનીમાં દિલ્હીમાં પેટ્રોલ 70.51 રૂપિયા લીટર દીઠ ભાવ હતો હવે વધીને 73.01 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ લીટર દીઠ 64.33 રૂપિયાથી વધીને 66.73 થઇ ગયો છે.

આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ? પેટ્રોલનો ભાવ લીટર દીઠ મુંબઇમાં 78.62 રૂપિયા, ચેન્નાઇમાં 75.81 રૂપિયા અને કોલકત્તામાં 75.2 રૂપિયા છે. જ્યારે ડીઝલનો ભાવ લીટર દીઠ મુંબઇમાં 69.95 રૂપિયા, ચેન્નાઇમાં 70.53 રૂપિયા અને કોલકત્તામાં 68.64 રૂપિયા છે.

આજે કેટલા રૂપિયા ભાવ વધ્યો?
આજે પેટ્રોલ લીટર દીઠ દિલ્હીમાં 2.5 રૂપિયા, મુંબઇમાં 2.47 રૂપિયા, કોલકત્તામાં 2.45 રૂપિયા અને ચેન્નાઇમાં 2.62 રૂપિયા મોંઘુ થયું છે. ડીઝલ લીટર દીઠ દિલ્હીમાં 2.4 રૂપિયા, મુંબઇમાં 2.55 રૂપિયા, કોલકત્તામાં 2.41 રૂપિયા અને ચેન્નાઇમાં 2.57 રૂપિયા મોંઘુ થયું છે.