બાંગ્લાદેશની ટીમ 44.1 ઓવરમાં 221 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસનએ 77 બોલમાં 6 ચોક્કા સાથે 64 રન બનાવ્યા. લિટન દાસ 32 અને મહમૂદુલ્લાએ 29 રન ફટકાર્યા. શાહિન આફ્રિદીએ પાકિસ્તાન માટે છ વિકેટ લીધી. વિશ્વ કપમાં પાકિસ્તાનમાં કોઈ પણ બોલર દ્વારા કરવામાં આવતો આ શ્રેષ્ઠ પ્રદર્શન છે.
પાકિસ્તાને આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશને 94 રનથી પરાજય આપ્યો છે. જો કે, આ જીત છતાં, પાકિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશ કરી શક્યું નહીં. આ મેચમાં પાકિસ્તાનના બોલર શાહિન શાહ આફ્રિદીએ છ વિકેટ લીધી અને બાંગ્લાદેશની ઇનિંગને 221 રનમાં પૂરી કરી દીધી હતી.
વર્લ્ડ કપની 43મી મેચમાં લંડનના લોર્ડ્સ ખાતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પાકિસ્તાને બાંગ્લાદેશને 316 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
પાકિસ્તાનના ઓપનર ઇમામ ઉલ હકે વનડે કરિયરની સાતમી સદી ફટકારી હતી. ત્યાર પછી તે રહેમાનની બોલિંગમાં હિટ વિકેટ થયો હતો. જયારે બાબર આઝમે 96 રન કર્યા હતા. જ્યારે ઇમાદ વસીમે 26 બોલમાં 43 રન કર્યા હતા. અન્ય પાકિસ્તાની કોઈપણ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યો ન હતો. જ્યારે બાંગ્લાદેશ તરફથી મુસ્તફિઝુર રહેમાન સફળ બોલર રહ્યો તેણે 5 વિકેટ ઝડપી અને મોહમમદ સૈફુદીને 3 વિકેટ લીધી હતી.

