દેશના 17 ખ્યાતનામ પ્રવાસન સ્થળોને વિશ્વ કક્ષાના બનાવાશેઃ સીતારમન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને શુક્રવારે દેશના 17 પ્રતિષ્ઠિત પર્યટન સ્થળોને વિશ્વસ્તરીય સ્થળોના રુપમાં વિકસિત કરાશે, જેથી પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન મળી શકે. નાણાંમંત્રીએ પોતાના પ્રથમ બજેટ ભાષણમાં કહ્યું કે, સરકાર 17 પ્રતિષ્ઠિત પર્યટન સ્થળોને વિશ્વ સ્તરીય સ્થળ તરીકે વિકિસિત કરશે, જે અન્ય પર્યટન સ્થળો માટે એક મોડલના સ્વરુપમાં કાર્ય કરશે.

આ પર્યટન સ્થળ પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે, જેનાથી આ પર્યટન સ્થળો પર દેશી અને વિદેશી એમ બંને પર્યટકો મોટી સંખ્યામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે, 2019-20 દરમિયાન 100 નવા ક્લસ્ટરોની સ્થાપના કરાશે, જેથી 50000 શિલ્પકારોને આર્થિક મૂલ્ય શૃંખલામાં સામેલ થવા માટે સમર્થ બનાવી શકાય.

ઉપરાંત, દેશની સમૃદ્ધ આદિવાસી સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ માટે એક ડિઝિટલ સંગ્રહ બનાવાશે, જેમાં આદિવાસીઓના દસ્તાવેજો, લોકગીતો અને એમના વિકાસક્રમની તસવીરો તેમજ વીડિયો,ઉત્પત્તિ,સ્થળ, જીવનશૈલી, શિક્ષણ, પારંપરિક કલા અને અન્ય જાણકારી હશે.

જોકે, પ્રવાસનની માળખાકીય સુવિધાના નિર્માણ માટે બજેટમાં 1378.53 કરોડ રુપિયાની ફાળવણી કરી છે, જ્યારે પ્રચાર માટે 576.50 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ છે.

ઉપરાંત કેન્દ્રીય યોજના અને પરિયોજના માટે સાંસ્કૃતિક મંત્રાલયને 875.33 કરોડ રુપિયા ફાળવ્યા છે.