જળસંકટને લીધે ગુજરાતમાં ઘણાં પાકો અને શાકભાજીઓની ખેતીને ભારે અસર થઈ છે. અહીં ડુંગળી વાવણીમાં જ 80% નો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના કૃષિ વિભાગની વાવણી રિપોર્ટ મુજબ આ વર્ષે, ડુંગળીની વાવણી માત્ર 1811 હેકટરમાં કરવામાં આવી છે, જે ગયા વર્ષે તે 9214 હેકટરમાં થઇ હતી. વાવણી ઓછી થવાના કારણે ડુંગળીના ભાવ હવે ખુબ વધારે જોવા મળશે. આનું કારણ પાકિસ્તાન સાથે પ્રવર્તમાન તણાવ છે કારણ કે ત્યાંની ડુંગળી ગુજરાત સહિતના ઘણાં રાજ્યોમાં મોટા ભાગે પહોંચતી હતી. આ વખતે, પુલવામા આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાકભાજીના વેપારમાં ખુબ જ ઘટાડો થયો છે. ગુજરાતી શાકભાજીના વેપારીઓએ સીધી જાહેરાત કરી હતી કે તેઓ શાકભાજી પાકિસ્તાનને વેચશે નહીં. ખાસ કરીને, અહીંના ટમેટાં પાડોશી દેશ જતા હતા.
