ભારત હવે દુનિયાના સૌથી મોટી ડિફેન્સ ડીલની શરુઆત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ડીલ હેઠળ ભારતે નવા વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરુ કરી છે. જેમાં ભારતીય વાયુસેના માટે 114 મલ્ટીરોલ યુદ્ધ વિમાનો ખરીદવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી મોટી ડિફેન્સ ડીલ તરીકે ભારતે 15 મિલિયન ડોલરની ડીલ કરી છે.
ખાસ બાબત એ છે કે, આ જંગી ડીલ માટે અમેરિકાની બોઇંગ અને લોકહીડ માર્ટીન, સ્વીડનની સાબ, ફ્રાન્સની દસોલ્ટ સહિત આ ક્ષેત્રની રક્ષા કંપનીઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. જો કે આ ડીલ હેઠળ ખરીદવામાં આવેલા વિમાનોના ઉત્પાદનનું 85 ટકા કામ ભારતમાં કરવામાં આવશે.
હાલમાં ભારતીય વાયુસેનામાં મિગ-21 યુદ્ધ વિમાન સેવારત છે, પરંતુ તાજેતરમાં જ તે દુર્ઘટનાગ્રસ્ત થવાના અંસખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે. ભારતમાં તેને હવે ફ્લાઇંગ કોફિન કહેવામાં આવે છે.
આ સિવાય આ મહત્વની ડીલ હેઠળ જહોજોની ઇલેક્ટ્રોનિક વારફેર સિસ્ટમને અપગ્રેડ કરવાનું કામ કરવામાં આવશે.જેને મિગ-21 બોઇસન કહેવામાં આવે છે. જો કે અપગ્રેડ થયા પછી પણ આ વિમાનો કામચલાઉ તરીકે જ ઉપયોગી નીવડશે. રાજ્ય રક્ષા મંત્રી શ્રીપદ નાઇકે સંસદમાં જણાવ્યું કે, આ ડીલ માટે શરુઆતની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે અને હવે તે એના અંતિમ તબક્કામાં છે.
રક્ષા મંત્રીએ આ પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. ભારતીય વાયુસેના અને નૌકાદળને લગભગ 400 સિંગલ-ડબલ એન્જિન વાળા યુદ્ધ વિમાનોની જરુરિયાત છે. આ ડીલ માટે બોંઇગે AF/A-18 ફાઇટર જેટને ભારત સમક્ષ રજૂ કર્યું છે. આ માટે તેણે હિન્દુસ્તાન એરનોટિક્સ લિમિટેડ અને મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ લિમિટેડને ભાગીદારી માટે પંસદ કરી છે.