કોંગ્રેસના બળવાખોર MLA અલ્પેશ ઠાકોર અને ધવલસિંહએ ક્રોસ વોટિંગ કરી રાજીનામું આપ્યું

મુખ્ય સમાચાર રાજકીય

અલ્પેશ અને ધવલસિંહે કોંગ્રેસના વ્હીપ છતાં ભાજપના ઉમેદવારોને મત આપ્યો છે. કોંગ્રેસના જ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ બંને નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની પુષ્ટિ કરી છે. મતદાન કર્યા બાદ અલ્પેશ મીડિયા સમક્ષ નિવેદન આપવા માટે આવ્યા હતા પરંતુ ભાજપના દંડક પંકજ દેસાઇએ તેમને મીડિયાને પ્રતિક્રિયા આપવાની ના પાડતા અલ્પેશ ઠાકોરે ચાલતી પકડી હતી. ત્યારબાદ તેઓ સીધા વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા.

અલ્પેશ માટે આમ પણ ક્રોસવોટિંગ બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના સંજોગો ઉભા થયા હતા. કોંગ્રેસ કાઢે પહેલાં જ અલ્પેશે જાતે જ રાજીનામું આપી દીધું છે.

આજે સવારથી હાઇવોલ્ટેડ ડ્રામા ઉભો થયો હતો. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણાં જે ગણગણાટ થઇ રહ્યો હતો તે મુજબ આજે કોંગ્રેસના બાગી ધારાસભ્ય ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહએ ક્રોસ વોટિંગ કર્યું છે. હાલ આ બંને ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપવા જઇ રહ્યાં છે.

રાજ્યસભાની ચૂંટણી જ્યાં યોજાઈ રહી છે ત્યાં વિધાનસભા ખાતે આવી પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે બી ટી.પી ના નેતા અને ધારાસભ્ય તેમજ એન.સી.પીના કાંધલ જાડેજાએ ભાજપને રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનો ટેકો જાહેર કર્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપના ધારાસભ્યો વોટિંગ કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસને જ પોતાના ધારાસભ્યમાં વિશ્વાસ નથી ક્રોસ વોટિંગ થવાના ડરથી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ ગઈ હતી.

કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે ભાજપના બંને ઉમેદવારો જેમાં કેન્દ્રીય ડિફેન્સ મિનિસ્ટર જયશંકર તેમજ ઉત્તર ગુજરાતના જોગાજી ઠાકોરનો વિજય નિશ્ચિત છે. આ બન્ને ઉમેદવાર અહીંથી ચૂંટાઈને લોકસભામાં જશે આજે સાંજે જ ચૂંટણી પૂરી થતા અને મતગણતરી છતાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

બીજીબાજુ મુખ્યમંત્રી રૂપાણી આજે રજૂ થનારા કેન્દ્રીય બજેટના સંદર્ભમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જનતા સાથે જોડાયેલા છે અને મને આશા છે કે, વિકાસની ગતિ વધુ તેજ કરવા અને નવા ભારતનું નિર્માણ કરવા માટે બજેટમાં આ પ્રકારની તમામ બાબતોને આવરી લેવાશે.