હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી 900 કીલોમીટર દુર ડીપ્રેશન રચાયુ હોય 48 કલાકમાં જ વાવાઝોડારૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા 100 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. આવા સંજોગોમાં અહી સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના સમૂહલગ્નમાં આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વેરાવળથી તાકિદના આદેશ આપી ગુજરાતના વહીવટીતંત્ર અને ડીઝાસ્ટર વિભાગને ભારે હાઈ અલર્ટ કર્યા છે. કલેકટર સહિતના અધિકારીઓની રજા રદ કરીને તાત્કાલિક ફરજ પર હાજર થવાહુકમ કર્યો છે. અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરી હતી. વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાત સરકાર સંપૂર્ણરીતે સાવધ અને કટિબદ્ધ છે. એમ જણાવ્યુ હતુ. સાવચેતીના રૂપે ગ્દડ્ઢઇહ્લની ટીમો તૈનાત રહેશે. કન્ટ્રોલરૂમો ચોવીસે ય કલાક ધમધમશે તથા ભટીંડા અને પુનાથી પણ બચાવ ટુકડી આવી પહોંચશે આવનારા 48 કલાકસુધી હાઈ એલર્ટ પર રહી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા બધા સાબદા રહેશે એમ જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ ખાતે દર્શન – જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ હેલીપેડ ખાતે મુખ્યમંત્રીએ ઉતરાણ કરી તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે સોમનાથદાદાને સૌના કલ્યાણ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી.
સોમનાથદાદામાં અતુટ શ્રાદ્ધા ધરાવતા મુખ્યમંત્રીએ કહ્યુ કે, પ્રજાએ અમારા પર મુકેલ વિશ્વાસ લોકોની અપેક્ષા અને આકાંક્ષા અમે સોમનાથદાદાની કૃપાથી સાર્થક કરીશુ.
લોકોએ આપેલ ઐતિહાસિક સમર્થન અમને નવુ બળ પુરુ પાડશે તેમ જણાવી મુખ્યમંત્રીએ ભારતની સંસ્કૃતિ-પરંપરા મુજબ સોમનાથ મંદિરનુ આગવુ મહત્વ છે. અમને સોમનાથદાદાના આશીર્વાદ મળ્યા છે અને લોકકલ્યાણના કાર્યો કરવા અમને નવી પ્રેરણા મળશે.

