વેસ્ટઈન્ડિઝ સામે દક્ષિણ આફ્રિકાની 2 વિકેટ પડી, વરસાદને કારણે મેચ અટકી

ખેલ-જગત મુખ્ય સમાચાર

વર્લ્ડ કપની 15મી મેચમાં સોમવારે સાઉથમ્પટનમાં વેસ્ટઈન્ડિઝે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટવ ફાફ ડુપ્લેસિસ અને ક્વિંટન ડીકોક મેદાન પર છે. હાલ વરસાદના કારણે મેચ રોકાઈ છે. આફ્રિકી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં જ ઓપનર હાશિમ અમલા છ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. શેલ્ડન કોટરેલની બોલિંગમાં ગેલે કેચ પકડ્યો હતો. કોટરેલે એડેન માર્કરામ (5)ને વિકેટકીપર શાઈ હોપના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

વેસ્ટઈન્ડીઝ ટીમે બે ફેરફાર કર્યા છે. ઈવિન લેવિસ અને આંદ્રે રસેલ આ મેચમાં નહીં રમે. રસેલ ઈજાના કારણે મેચમાંથી બહાર થયા છે. બન્નેની જગ્યાએ કેમાર રોચ અને ડૈરેન બ્રાવોને છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કરાયા છે. તો બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ પણ બે ફેરફાર કર્યા છે. એડેન માર્કરામ અને બ્યૂરેન હૈંડ્રિક્સનને પણ છેલ્લી ઘડીએ મેચમાં સામેલ કરાયા છે. તબરેજ શમ્સી અને જેપી ડુમિનીને ટીમમાંથી બહાર કરાયા છે.

દક્ષિણ આફ્રિકા V/S વેસ્ટઈન્ડિઝ હેડ ટુ હેડઃ બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 61 વનડે રમ્યા છે. જેમાંથી દક્ષિણ આફ્રિકાની ટીમ 44 મેચ જીતી છે. વેસ્ટઈન્ડિઝને ફક્ત 15 મેચમાં જ સફળતા મળી છે. એક મુકાબલો ટાઈ રહ્યો છે. વર્લ્ડ કપમાં બન્ને વચ્ચે અત્યાર સુધી 6 મેચ રમાઈ છે. દક્ષિણ આફ્રીકાને 4 અને વેસ્ટઈન્ડિઝને 2 મેચમાં જીત મળી છે.