પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જારદારીની નકલી બેન્ક એકાઉન્ટ મામલામાં સોમવારે ધરપકડ કરવામાં આવી છે. એનએબીની એક ટીમે જરદારીના ઘરે પહોંચી અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી(PPP)ના સહ-અધ્યક્ષ જરદારીને એરેસ્ટ કર્યા હતા. નકલી બેન્ક એકાઉન્ટના મામલામાં ઈસ્લામાબાદ હાઈકોર્ટ જરદારી અને તેમની બહેન ફરયાલ તાલપુરના વચગાળાના જામીન વધારવાની અરજીને ફગાવી દીધી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટે બાદમાં એનએબીને જરદારી અને ફરયાલની ધરપકડના આદેશ આપ્યા હતા.
નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો(એનએબી) દ્વારા નકલી એકાઉન્ટના મામલાનો સામનો કરી રહેલા પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના સહ-અધ્યક્ષ આસિફ અલી જરદારીની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે જ આ મામલાને જરદારી અને તેમની બહેન ફરયાલ તાલપુરને ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઝટકો આપતા વચગાળાના જામીન આપવાની ના પાડી હતી.
જરદારી અને તેમની બહેન પર 15 કરોડ રૂપિયા નકલી બેન્ક એકાઉન્ટ દ્વારા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નકલી બેન્ક એકાઉન્ટ દ્વારા મની લોન્ડ્રિંગ મામલામાં તપાસના આદેશ આપ્યા હતા. પીએનબીએ આ મામલમાં જરદારીની વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. જરદારીએ 2008માં રાષ્ટ્રપતિ બનતા પહેલા 11 વર્ષ જેલમાં પસાર કર્યા હતા. તેમની પર હત્યા અને ભષ્ટ્રાચારના આરોપ હતા. જોકે જરદારી એ કયારે પણ આ આરોપોનો સ્વીકાર કર્યો નથી.