ચંદ્રયાન મિશન / PM મોદીએ કહ્યું ‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય

મુખ્ય સમાચાર રાજકીય

ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનમાં વિક્રમ લેન્ડર સાથેથી મોડી રાતે સંપર્ક તુટતા ISRO સહિત સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરો ખાતેના સેન્ટરથી રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ ત્રણ વખત ભારત માતા કી જયના નારાથી સંબોધન શરૂ કર્યું. પીએમ મોદી ચંદ્રયાન-2ની લેન્ડિંગ જોવા શુક્રવારે ઇસરો પહોંચ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ISRO ખાતેથી સંબોધન…

  • ઇસરોના વડા કે. સીવન પીએમ મોદીને ભેટીને રડ્યાં
  • હું આગામી મિશન માટે શુભેચ્છા પાઠવું છું
  • વૈજ્ઞાનિકો પ્રેરણાનો સમુદ્ર છે
  • હું વૈજ્ઞાનિકોને કહેવા માગુ છું કે દેશવાસીઓ તમારી સાથે છે
  • પરિણામથી નિરાશ થયા વિના લક્ષ્‍ય તરફ આગળ વધવુ એ આપણી પરંપરા છે
  • ઇસરો હાર ન માનનરી સંસ્થા રહી છે
  • દરેક પ્રયાસ સફળતા નજીક પહોંચવાનો રસ્તો છે
  • વૈજ્ઞાનિકો પથ્થર પર રેખા દોરનારા હોય છે
  • તમે તમારી જવાબદારી નિષ્ઠાથી નિભાવી છે
  • આગળના સમયમાં અનેક તકો રહેલી છે
  • હું અંતરિક્ષ વૈજ્ઞાનિકોના પરિવારને વંદન કરુ છું
  • અનેક નિરાશામાં આશા છુપાયેલી છેઃ પીએમ મોદી
  • પીએમ મોદીએ કહ્યું મા ભારતીની જય માટે આપણાં વૈજ્ઞાનિકોએ સંઘર્ષ કર્યો
  • PM મોદીએ કહ્યું મિત્રો ભલે અડચણો આવી પણ આપણી હિંમત ઓછી નથી થઈ
  • દેશજોગ સંબોધન કરતાં મોદીએ કહ્યું હું વૈજ્ઞાનિકોની મનોસ્થિતિને સમજતો હતો
  • મોદીએ ત્રણ વખત ભારત માતા કી જયના નારાથી સંબોધન શરૂ કર્યું

દ્રયાન-2ના અંતિમ ચરણમાં ભારતના મૂન લેન્ડર વિક્રમ સાથે એ સમયે સંપર્ક તૂટી ગયો જ્યારે તે ચંદ્રની સપાટી પર લેન્ડ કરી રહ્યું હતું. જેના કારણે ઇસરોના વૈજ્ઞાનિકમાં નિરાશા જોવા મળી.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોનો જુસ્સો વધાર્યો અને કહ્યું હતુંકે તમે લોકોએ ઘણુ સારુ કામ કર્યું છે. આમ હવે દેશવાસીઓને 8 વાગે સંબોધનમાં પીએમ મોદી ચંદ્રયાન-2 મિશન અંગે જાણકારી આપી શકે છે.

આ અગાઉ પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને કહ્યું હતું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. આ કોઇ નાની ઉપલબ્ધિ નથી. દેશને તમારા પર ગર્વ છે. સારા કામ માટે આશા છે. હું આપને શુભેચ્છા પાઠવું છે. હું તમારી સાથે કોઇપણ સમયે સાથે છું, હિંમત સાથે આગળ વધો.