અલીગઢ હત્યાકાંડ: ટપ્પલમાં તણાવ પરિસ્થિતિ, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તરપ્રદેશના અલીગઢ નજીકના ટપ્પલ ગામમાં અઢી વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ એની હત્યા કરાતા ભારેલાં અગ્નિ જેવી પરિસ્થિતિ હતી. જોકે, પોલીસ ફોર્સની ભારે તૈનાતીના કારણે સોમવારે પરિસ્થિતિ શાંત જોવા મળી છે. રવિવારે પરિસ્થિતિઓ કાબૂ કરવા માટે પોલીસે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. આ ઘટના બાદ પ્રદર્શન કરનાર લોકો માંગ કરી રહ્યાં હતાં કે બાળકની હત્યાના મામલામાં તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. પોલીસે દક્ષિણપંથી સમૂહો દ્વારા કરાયેલાં પ્રદર્શનોને યેનકેન પ્રકાર નિયંત્રણમાં કર્યા હતાં. આ લોકો ટપ્પલમાં મહાપંચાયત કરવા ઈચ્છતા હતાં.

સ્થાનિક ચર્ચા અનુસાર, મહાપંચાયતની સૂચના કોઈ હિન્દુત્વ સમૂહે સોશ્યલ મીડિયા પર આપી હતી. આસપાસના જિલ્લાના લોકો પણ મહાપંચાયતમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. પરંતુ પોલીસે ટપ્પલ ગામમાં પ્રવેશવાના રસ્તા રોકી દીધા હતાં.

અલીગઢના એસએસપી આકાશ કુલહરિએ જણાવ્યું કે, પરિસ્થિતિ કાબૂમાં છે. કોઈને માહોલ બગાડવાની છૂટ અપાશે નહીં. સોશ્યલ મીડિયાનો દુરપયોગ કરનાર કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરાઈ છે. પોલીસ વડા કુલહરિએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે કે ટપ્પલમાં અસુરક્ષા અનુભવી રહેલાં મુસ્લિમ સમુદાયનો લોકો સ્થળાંતર કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો અસ્થાયી તરીકે જઈ શકે છે પરંતુ જલદી પરત આવશે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા હાજી જમીરુલ્લાહે ખાંએ હિન્દૂ યુવતિ પૂજા ચૌહાનની પ્રશંસા કરી, જેને જીવ જોખમમાં મૂકીને રવિવારે એક મુસ્લિમ પરિવારને લોકોથી બચાવ્યો હતો.