મહા વાવાઝોડાને લઈને દિવમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રી જાહેર કરાઈ છે. હાલ અહીં એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ પ્રવાસીઓને દિવ છોડી દેવા સૂચના પણ જારી કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છઠ્ઠી નવેમ્બર સુધીમાં દિવ છોડી જવા તમામ પ્રવાસીઓને સુચના અપાઈ છે. દિવના તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે, તેમજ દિવમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ સાથે દરિયાઈ પટ્ટીમાં એલર્ટ જાહેર કરાયું છે. દિવમાં ૯૦૦ થી વધારે બોટો પરત આપવા સૂચના આપી દેવાઈ છે.