કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ)એ 7000 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ મામલે 35 કેસ દાખલ કર્યા છે. આ મામલે દેશભરમાં 169 જગ્યાઓ પર મંગળવારે દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઇએ આંધ્રપ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દાદર અને નગર હવેલીમાં કાર્યવાહી કરવામાં આવી છે. જો કે તપાસ એજન્સીએ આરોપીઓના નામ જાહેર કર્યા નથી.
સીબીઆઇ દ્વારા કરાયેલી કાર્યવાહી એસબીઆઇ, પીએનબી, આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, અલ્હાબાદ બેંક, કેનરા બેંક, દેના બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઇ બેંક, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઇ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા જેવી બેંકો સંબંધિત મામલે કરવામાં આવી છે.

