રાફેલ ફાઈટર વિમાન સમયસર ભારત પાસે હોત તો ભારત નો પાકિસ્તાન ને જવાબ અલગ જ હોત – શ્રી નરેન્દ્ર મોદી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, જો રાફેલ પહેલા આવી ગયું હોત તો પાકિસ્તાન પર હૂમલાના પરિણામ કંઇક અલગ હોત. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાફેલ પર સ્વાર્થનીતિક કરતા કરતા લોકો રાજનીતિ કરવા લાગ્યા. તેમણે ખ્યાલ રાખવો જોઇએ કે મોદી વિરોધની જીદમાં મસુદ અઝહર અને હાફિઝ સઇદ જેવા આતંકવાદનું પાલન કરનારા લોકોને સહારો ન મળે.

અહીં એક કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે, આજે સમગ્ર દેશ એક સ્વરમાં કહી રહ્યો છે કે જો રાફેલ હોત તો પરિણામ ચોક્કસ કંઇક અલગ જ હોત.

વિપક્ષ પર આકરો શાબ્દિક પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, આ લોકો મોદીનો વિરોધ કરતા કરતા દેશનો વિરોધ કરવા લાગ્યા. જ્યારે સમગ્ર વિશ્વ આતંકવાદની લડાઇ વિરુદ્ધ અમારી સાથે ઉભા છે તો કેટલાક દળો અને તેના નેતાઓ સેનાના પરાક્રમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.