તાજેતરમાં જૂનાગઢ એસીબીના પીઆઇ ડી. ડી. ચાવડા અમદાવાદ ખાતે એક ઉચ્ચ અધિકારી પાસેથી રૂ. 18 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ના આંકડા મુજબ ગુજરાતમાં સરકારી કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનો ગ્રાફ વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને પોલીસ, મહેસૂલ અને કૃષિ વિભાગના કર્મચારીઓ સૌથી વધુ ભ્રષ્ટ છે. ચાલુ વર્ષે જ 402 સરકારી અધિકારીઓ અને વચેટિયા લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે.
એસીબીએ સૌથી વધુ છટકા પોલીસ માટે ગોઠવ્યા
એસીબી તરફથી મળેલી વિગતો મુજબ 1 જાન્યુઆરીથી 23 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પોલીસ ખાતાના અધિકારીઓ સામે કુલ 49 છટકા ગોઠવવામાં આવ્યા હતા. મહેસુલ વિભાગના કર્મચારીઓ સામે 22 છટકા ગોઠવાયા હતા. જ્યારે કૃષિ વિભાગના કર્મચારીઓ સામે 7 છટકા ગોઠવવામાં આવ્યા હતા.
સરકારી અધિકારી લાંચ લેવા માટે મળતિયાનો ઉપયોગ કરે છે
ગુજરાતમાં સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો ચે. સરકારી અધિકારી અને કર્મચારીઓ દ્વારા લાંચ લેવા માટે ખાસ કરીને ખાનગી વ્યક્તિનો ઉપયોગ કરી રહ્યાં છે. ચાલુ વર્ષે 402 સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા હ તા. જેમાં તેમના મળતિયા 140 તો ખાનગી વ્યક્તિ હતા. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તાજેતરમાં સૌથી વધુ છટકા ગોઠવવામાં આવ્યા હતા.