મિલિટરી એન્જિનીયરીંગ કોલેજમાં અભ્યાસ દરમિયાન સસ્પેન્શન બ્રિજ તૂટ્યો, 2 જવાનોના મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મિલિટરી એન્જિનીયરીંગ કોલેજ (CME)માં ગુરુવારે બ્રિજિંગ એક્સરસાઈઝ ચાલી રહી હતી એ વખતે સસ્પેન્શન બ્રિજ તૂટ્યો હતો. આ દુર્ઘટનામાં 2 જવાનોનું મૃત્યુ થયું છે જ્યારે 5 ઘાયલ છે. ઘાયલોમાં એક જૂનિયર કમીશન્ડ ઓફિસર પણ સામેલ છે. જોકે, સેના તરફથી ઘટનાની પુષ્ટિ કરવામાં આવી નથી. CMEમાં સેનાના ત્રણેય વિંગ, કોમ્બેટ એન્જિનીયરીંગ ડિપાર્ટમેન્ટ, બોર્ડર રોડ એન્જિનીયરીંગ સાથે જોડાયેલા જવાન અને અધિકારીઓ પણ એન્જિનીયરીંગનો અભ્યાસ કરતા હતા.