નિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા ગઇ કાલથી આગામી ૩૧ ડિસે., ર૦૧૯ સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો ભપકાદાર પ્રારંભ કરાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રૂ.૧૦પ૦ કરોડના કામોનું લોકાર્પણ કરીને કાર્નિવલને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. કાંકરિયા કાર્નિવલના ગઇ કાલના પ્રથમ દિવસે આશરે ત્રણ લાખ લોકો ઊમટ્યા હતા. હકડેઠઠ ભરાયેલી જનમેદનીમાં બાળકો મા-બાપથી વિખૂટાં પડવાની ઘટના પણ બની હતી એટલે કાર્નિવલમાં બાળકોને સાચવવાની અપીલ તંત્ર દ્વારા કરાઇ છે.
તંત્ર દ્વારા કાંકરિયાના ગેટ નં.ર, ૪ અને ૭ ખાતે બાળકો ગુમ થવાના કિસ્સામાં તેમને મા-બાપ સાથે મેળવી આપવા ખાસ લોસ્ટ એન્ડ ફાઉન્ડ હેલ્પ ડેસ્ક શરૂ કરાયાં છે. આ હેલ્પ ડેસ્ક ખાતે સવારે ૯ થી રાત્રે ૧ર સુધી મા-બાપ પોતાનું બાળક ગુમ થવાને લગતી ફરિયાદ તંત્રને કરી શકે છે.
પહેલા જ દિવસે તંત્ર સમક્ષ કુલ ૬ર બાળકો મા-બાપથી વિખૂટાં પડ્યાં
દરમિયાન ગઇ કાલના પહેલા જ દિવસે તંત્ર સમક્ષ કુલ ૬ર બાળકો મા-બાપથી વિખૂટાં પડ્યાં હોવાની ફરિયાદ નોંધાઇ હતી, જોકે લોસ્ટ એન્ડ ફાઉન્ડ હેલ્પ ડેસ્ક દ્વારા આ બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમનાં મા-બાપ સાથે મેળાપ કરાવી આપ્યો હતો.
હેલ્પલાઇન નંબર સવારે ૯ થી રાત્રે ૧ર વાગ્યા સુધી લોકો માટે કાર્યરત
આગામી દિવસોમાં પણ કાંકરિયા કાર્નિવલમાં સહેલાણીઓની મોટી સંખ્યા ઊમટી પડવાની હોઇ સત્તાવાળાઓએ બાળકો મા-બાપથી વિખૂટાં ન પડી જાય તેવી અપીલ કરવાની સાથે લોકો માટે ચાર્જેબલ હેલ્પલાઇન નંબર ૯૭ર૬૪૧પ૮૪૧ શરૂ કરાયો છે. આ એક લાઇન ધરાવતો હેલ્પલાઇન નંબર સવારે ૯ થી રાત્રે ૧ર વાગ્યા સુધી લોકો માટે કાર્યરત રહેશે.