ગુલબર્ગાઃ વર્ષ 2019ના અંતમાં સૂર્યગ્રહણની (Solar eclipse) શરૂઆત થઈ ચૂકી છે. દેશના મોટાભાગના ભાગોમાં સૂર્યગ્રહણનું અદભૂત દ્રશ્ય દેખાવાનું શરૂ થયું છે. આ વચ્ચે સૂર્યગ્રહણના કારણે કેટલીક દુર્ભાગ્યપૂર્ણ માન્યતાઓની (Superstition) ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. આવી જ એક ઘટના કર્ણાટકના (Karnataka) ગુલબર્ગામાં પ્રકાશમાં આવી છે. જ્યાં જીવતા બાળકોને જમીનમાં દાટી દેવાયા હતા. અહીં એવી માન્યતા છે કે, દિવ્યાંગ બાળકોને જમીનમાં ગળા સુધી દાટવામાં આવે તો તેઓ દિવ્યાંગતાની બહાર આવી જશે. આ ઘટનાની વરવી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે, બાળકોના આખા શરીરને જમીનમાં દાટી દેવામાં આવ્યું છે. તેમનો માત્ર માથાનો ભાગ બહાર રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગુરુવારે સવારે 8 વાગ્યાથી શરુ થયેલા આ ગ્રહણની અસર બપોર દોઢ વાગ્યા સુધી રહી હતી. આમ દેશના અલગ અલગ ભાગોમાં પૂજાનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. ભારતીય સમયાનુસાર આંશિક સૂર્યગ્રહણ સવારે આઠ વાગ્યે શરૂ થયું જ્યારે વલયાકાર સૂર્યગ્રહણની અવસ્થા સવારે 9.06 વાગ્યે હતી. સૂર્યગ્રહણની વલયાકાર અવસ્થા બપોરે 12..29 મિનિટ ઉપર સમાપ્ત થઈ હતી. જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા બપોરે એક વાગ્યાને 36 મિનિટે સમાપ્ત થઈ હતી. સૂર્યગ્રહણને અમેરિકી સ્પેસ એજન્સીએ ચેતવણી આપી હતી. નાસાએ કહ્યું હતું કે, સૂર્યગ્રહણને સીધી આંખે જોવાની ભૂલ ન કરતા. વિકિરણથી બચાવનાર ચશ્માનો ઉપયોગ કરો. દેશના અલગ અલગ ભાગોમાં સૂર્ય ગ્રહણનો નઝારો જોવા મળ્યો હતો જ્યારે તમિલનાડુના ચૈન્નઈમાં સૂર્યગ્રહણનો આવો નઝારો જોવા મળ્યો હતો.
