પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેર્નજીએ ભાજપને આગ સાથે ના રમવાની સલાહ આપી છે.તેમણે કહ્યું કે જ્યાં સુધી નાગરિકતા સંશોધન કાયદો પરત લેવામા નહીં આવે ત્યાં સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલુ જ રહેશે. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ શહેરમા આયોજિત પ્રદર્શન રેલીમા ભાજપ પર વાયદો પૂર્ણ નહીં કરવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે મંગલુરમા સીએએ વિરુદ્ધ પ્રદશનમા પોલીસ ગોળીબારમા માર્યા ગયેલા બે લોકોના પરિવારને વળતર રોકવાના કર્ણાટકના સીએમ બી. એસ. યેદુરપ્પાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.યેદુરપ્પાએ બુધવારે સંવાદદાતાઓને કહ્યું કે જો તપાસ કરવામા આવશે તો ૧૯ ડિસેમ્બરના પ્રદર્શનમા થયેલી હિંસા જો આ બે લોકોની સંડોવણી હશે તેમના કુટુંબીને એક પણ રૂપિયો નહીં મળે.
મમતા બેનર્જીએ વિધાર્થીઓને આંદોલન શરૂ રાખવા જણાવ્યું હતું અને કહ્યું તેમણે ભાજપથી ડરવાની જરૂર નથી. તેમજ ભાજપને પણ ચેતવણી આપું છું કે આગ સાથે ના રમો. મુખ્યમંત્રીએ કહ્યું કે હું હંમેશા વિધાર્થીઓની સાથે છું. મધ્ય કોલકત્તાના રાજબજારમા રેલીનું નેતૃત્વ કરી બેનર્જીએ આરોપ લગાવ્યો કે સીએએ વિરુદ્ધ ઉભેલા લોકોને ભાજપ ડરાવી રહી છે. તેમણે કહ્યું કે અને સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહેલા જામીયા, આઈઆઈટી કાનપુર અને અન્ય વિશ્વ વિધાલયો સાથે એકજુથતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશમા નાગરિકતા સંશોધન કાયદા પર ચાલી રહેલા દેશવ્યાપી આંદોલનના વચ્ચે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દા પર જનમત સંગ્રહની માંગ કરી હતી. મમતા બેનર્જીએ ગુરુવારે એક રેલીને સંબોધિત કરતા સવાલ ઉઠાવ્યો કે આઝાદીની આટલા વર્ષો બાદ હવે નાગરિકતા સાબિત કરવાની જરૂર કેમ પડી. તેમણે માંગ કરી કે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી પર જનમત સંગ્રહ કરાવવામા આવે જેને સંયુક્ત રાષ્ટ્ર મોનીટર કરે.
તૃણમૂલ કોંગ્રેસના ફાયર બ્રાંડ નેતાએ પીએમ મોદી અને અમિત શાહને તેમનું નામ લીધા વિના પડકાર ફેંકી દીધો છે.તેમણે કહ્યું કે જનમત સંગ્રહમા જોઈએ કે કોણ જીતે છે. કેન્દ્ર સરકારને પડકાર ફેંકતા મમતાએ કહ્યું જો તમે હારો તો તમારે રાજીનામું આપી જવાનું. હું તમને પડકાર ફેંકુ છું. દેશને ફેસબુક અને સાંપ્રદાયિક તોફાનોમા ઉપયોગ કરીને તેને વિભાજીત કરવાની કોશિષ ના કરો