કોલકાતામાં આઈપીએલ ૨૦૨૦ ની હરાજી બાદ લીગને લઈને કવાયત શરુ થઈ ગઈ છે. આઈપીએલ ૨૦૨૦ ના પ્રોગ્રામ, મેચ અને આયોજનથી જોડાયેલ દરેક ગતિવિધિ પર કામ શરુ થઈ ગયું છે. આ હેઠળ સમાચાર મળી રહ્યા છે કે, આઈપીએલ ૨૦૨૦ ની ફાઈનલ મેચ દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમમાં રમાશે.
પ્રારંભિક જાણકારી મુજબ આઈપીએલ ૨૦૨૦ ટુર્નામેન્ટ આગામી વર્ષે ૧ એપ્રિલથી શરુ થઈ શકે છે. તેની સાથે તેમને મેગા ફાઈનલ મેચને ઐતિહાસિક બનવાના ઈરાદાથી તેને દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમમાં આયોજીત કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતના અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડીયમ બનાવવામાં આવી રહ્યું છે. તેની ચાહકો ક્ષમતા ૧ લાખ ૧૦ હજાર છે. સ્ટેડીયમનું નિર્માણ અંતિમ ચરણમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, નવા વર્ષની શરૂઆતમાં સ્ટેડીયમ સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ જશે.
વાસ્તવમાં બીસીસીઆઈ ઈચ્છે છે કે, આઈપીએલ ૨૦૨૦ ની ફાઈનલ સરદાર પટેલ સ્ટેડીયમમાં રમાઈ. જો આવું થશે તો કોઈ ટી-૨૦ મેચમાં ચાહકોની સંખ્યાના આધારે નવો રેકોર્ડ હશે. મોટેરા સ્ટેડીયમમાં ભારતના સૌથી જુના સ્ટેડિયમમાંથી એક છે, પરંતુ ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પાંચ વર્ષ પહેલા તેનું પુનનિર્માણ શરુ કર્યું છે. બોર્ડ ઈચ્છે છે કે, આ અગાઉ આ સ્ટેડીયમની ઉદ્ઘાટન મેચ તરીકે ભારત અને વર્લ્ડ ઈલેવનની વચ્ચે મેચ આયોજિત કરવામાં આવશે. બીસીસીઆઈની તૈયારીઓને જોતા સ્પસ્ટ લાગી રહ્યું છે કે, આઈપીએલ ૨૦૨૦ ની ફાઈનલ અમદાવાદના આ સ્ટેડીયમમાં રમાશે.
૭૬ કોર્પોરેટ બોક્સ, ૪ ડ્રેસિંગ રૂમ અને ૩ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ
મોટેરાના આ સરદાર પટેલ સ્ટેડીયમને જ્યારે આર્કિટેક્ટ કંપની બનાવી રહી છે જેને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ડીઝાઈન તૈયાર કરી હતી. ૬૪ એકરમાં ફેલાયેલ આ સ્ટેડીયમની ચાહકોની ક્ષમતા એમસીજીની મેચ લગભગ ૧૦ હજાર વધુ છે. સ્ટેડીયમની ખાસિયતની વાત કરીએ તો તેમાં ૭૬ કોર્પોરેટ બોક્સ, ૪ ડ્રેસિંગ રૂમ સિવાય ૩ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ પણ છે. તેના સિવાય ઇન્ડોર ક્રિકેટ એકેડમી, ઓલોમ્પિક સ્તરનું સ્વીમીંગ પુલ, સ્ક્વેશ એરિયા અને ટેબલ ટેનીસ એરિયા પણ છે.

