લ્હીમાં પોલીસ અને વકીલો વચ્ચેના ઘર્ષણનો મુદ્દો વધારે ગરમાઈ રહ્યો છે.
એક તરફ પોલીસ કર્મચારીઓ પર ગઈકાલે થયેલા હુમલા બાદ ભાગ્યે જોવા મળે તેવી સ્થિતિ સર્જાઈ છે અને પોલીસ કર્મચારીઓ પોતે દેખાવો કરવા રસ્તા પર ઉતર્યા છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ હડતાળ કરનારા વકીલોની ઝાટકણી કાઢી છે અને કહ્યુ છે કે, મારપીટ કરવાના કારણે વકીલાતના વ્યવાસાયને ઝાંખપ લાગી રહી છે
બાર કાઉન્સિલે પોલીસ સાથે મારા મારી કરનારા વકીલોની ઓળખ કરીને તેમના નામ આપવા માટે પણ કહ્યુ છે.બાર કઉન્સિલે આ સંદર્ભમાં દિલ્હીના અલગ અલગ બાર કાઉન્સિલને પણ પત્ર લખીને કહ્યુ છે કે, હિંસાની કોઈ ઘટના સહન કરવામાં નહી આવે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની વકીલ આલમ પોલીસ દ્વારા કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર વકીલો પર ફાયરિંગ કરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કરીને બે દિવસથી હડતાળ પર ઉતરી છે.

