અમિતાભ બચ્ચનની તબિયત સુધારા પર

ફિલ્મ જગત

અમિતાભ બચ્ચનની તબિયતમાં હવે ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે. તબિયત ઠીક ન હોવાથી તેઓ તાજેતરમાં યોજવામાં આવેલા દાદાસાહેબ ફાળકે અવૉર્ડમાં પણ હાજર રહી શક્યા નહોતા. પોતે અસ્વસ્થ હોવાની માહિતી અમિતાભ બચ્ચને ટ્‍‍વિટર પર આપી હતી. તેમની તબિયત ઘણા સમયથી ઠીક નથી. એને જોતાં તેમના ફૅન્સ પણ ખૂબ ચિંતિત છે. સૌકોઈ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. એથી સૌનો આભાર માનતાં ટ્‍‍વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘તમારા સૌની પ્રાર્થના માટે થૅન્ક યુ. મારી તબિયતમાં ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે.