વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની છે. કેટલાક રાજકીય પક્ષોએ આ ફિલ્મની રિલીઝને લોકસભા ચૂંટણી સુધી ટાળવા માટે ભારે પ્રયાસો કર્યા હતા પરંતુ હવે ફિલ્મની રિલીઝનો માર્ગ ખૂલી ગયો છે.
એક ઈન્ટરવ્યુમાં જ્યારે વિવેક ઓબેરોયને પૂછવામાં આવ્યું કે શું તે મોદીનો ફેન છે? ત્યારે તેણે જવાબમાં કહ્યું કે, ‘બિલકુલ, હું કદાચ મોદીનો ભક્ત નથી પરંતુ તેમનો ફેન જરૂરથી છું. હું એવું નથી કહેતો કે, મોદી જે કરશે તે સારું જ કરશે, તેમજ હું તેમના દરેક નિર્ણયો અને તમામ વાતો સાથે સહમત પણ નથી થઈ શકતો પરંતુ મને લાગે છે કે નરેન્દ્ર મોદી આ જમાનાના યુવાનો માટે પ્રેરણારૂપ છે. ફક્ત યુવાનોને જ નહીં પરંતુ 60-70 વર્ષની વ્યક્તિ પણ મોદીમાંથી પ્રેરણા લેવા જેવી ઘણી બાબતો છે.

