બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર અક્ષય કુમાર હાલમાં પોતાની આગામી ફિલ્મ કેસરીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે બીએસએફ જવાનોના કેમ્પ પર ગયા હતા. ત્યાં તેમણે એક મહિલા ઓફીસરને મોક ફાઈટમાં હરાવી હતી અને આ જવાનો સાથે હોળીની ઉજવણી કરી હતી, જેનો અક્ષય કુમારે વીડિયો ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
અક્ષય કુમારે આ સાથે જ પોતાના કેપ્શનમાં એડ કરતા લખ્યું હતું કે, BSF ઈન્ડિયાના જવાનોને મળવાની હંમેશા મજા આવે છે. તેમની ટ્રેનિંગ, પેશન અને ઉત્સાહ ખૂબ જ ઉમદા છે અને તેમાંથી ધણ બધુ શિખવા અને સમજવા જેવું છે.
વધુમાં અક્ષયે પોતાની ફિલ્મ કેસરીના પંજાબી ગીત પર ભાંગડા કરી તેનો વીડિયો શેર કરતા હજારો ચાહકોએ તેને બિરદાવ્યો છે.

